ટેનન્સી કરાર
ટેનન્સી કરાર એ એક દસ્તાવેજ છે જેનાં પર તમે તમારી ટેનન્સીની શરૂઆતમાં સહી કરો છો. તે તમારી અને હેકની કાઉન્સિલ વચ્ચેનાં કરારની વિગતો આપે છે. આ વિભાગ ફક્ત એક ટુંકો અહેવાલ છે.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
અગર હું ટેનન્સી કરારને તોડું તો શું ?
ટેનન્સી કરાર એ તમારી અને કાઉન્સિલની વચ્ચેનો કાયદેસર કરાર છે. એનાં પર સહી કરીને તમે કરારમાં લખેલી ટેનન્સીની શરતો સાથે સહમત થાવ છો. આ એ હક્કો અને જવાબદારીઓ છે જેનું તમારે, કાઉન્સિલે અને હેકની હોમ્સએ પાલન કરવું ફરજીયાત છે. અગર તમે કરાર તોડી નાખો તો તમે પરિસ્થિતીને કેવી રીતે સરખી કરી શકશો એની ચર્ચા તમારી સાથે કરીશું. અગર સમસ્યાનું નિરાકરણ ના થાય તો અમે ન્યાયાલયમાં જઇ શકીએ છીએ. તમારી ટેનન્સી જુઓ.
અમે સહ ભાડૂત થઇ શકીએ છીએ ?
અમે સાધારણપણે સહ ટેનન્સી અસ્તિત્વમાં હોય એવાં જોડીદારોને આપીએ છીએ પણ તમારી સાથે રહેતાં અન્ય પુખ્ત વયની વ્યક્તિને તમે સહ ભાડૂત બનવાં માટે પૂછી શકો છો. ભાડું ભરવા અને ટેનન્સી કરારની શરતોનું પાલન કરવા માટે તેમનાં પર ભેગી જવાબદારી હોય છે. ઘરબારનાં બદલ જુઓ .
અગર કાઉન્સિલનાં કર્તવ્યોનો અમલ કરવામાં કાઉન્સિલ અથવા હેકની હોમ્સ નિષ્ફળ રહે તો શું ?
કોઇ પણ કર્મચારી સદસ્યને ફરીયાદ બાબતે મળવા આવવું હોય તો તમારું સ્વાગત છે.
મોટા ભાગનાં કિસ્સાઓમાં ખૂબ જ જલ્દી અને અસરકારક રીતે અનૌપચારીક ચર્ચા પછી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. પણ અગર, કિસ્સાઓનું નિરાકરણ ના થાય તો તમને અમારી ઔપચારિક ફરીયાદોની પદ્ધતિ અનુસરવી પડશે. ફરીયાદો જુઓ.
શું મને ઘરમાંથી કાઢી નાખવામાં આવી શકે છે?
હા, પણ ફક્ત જ્યારે તમારી ટેનન્સીનો અંત થવા આવ્યો હોય અથવા તમે તમારાં ટેનન્સી કરારની શરતોનું પાલન ના કરતાં હોવ ત્યારે, ઉદાહરણ તરીકે, તમે ભાડું ભરો નહી અથવા પાડોશીઓને પજવો. ફક્ત ન્યયાલય જ તમને છોડવાનો આદેશ આપી શકે છે. અગર અમને ઔપચારિક કાર્યવાહી કરવી હોય તો અમે હંમેશા એક પારદર્શક પદ્ધતિ અનુસરીશું. તમારી ટેનન્સીમાં ટેનન્સીનો ભંગ જુઓ.
અમારી મુખ્ય જવાબદારીઓ છે:
- ટેનન્સીનાં કોઇ પણ બદલની દરખાસ્ત માટે તમારી પાસેથી સલાહ લેવી.
- તમારાં ઘરને પવન અને પાણીથી અભેદ્ય રાખવું અને તેને સારૂં સમાર કામ કરાવેલી સ્થિતીમાં રાખવું.
- બધી નળીઓ, ભુંગળાઓ, નીકો અને તાપણીનાં, પાણીનાં, ગેસનાં અથવા વીજળીનાં પુરવઠાનાં સ્થાપવામાં આવેલાં ઉપકરણો કાર્યરત સ્થિતીમાં રાખવાં.
અમારી પાસે હક્ક છે:
- અમે તમને તમારાં ભાડામાં અથવા અન્ય મહેનતાણાંમાં બદલ એ શરતે કરી શકીએ છીએ કે તમને નવું મહેનતાણું ચુકવવાનાં ઓછામાં ઓછાં 4 અઠવાડીયાં પહેલાં કહીશું.
- તમારાં ઘરમાં તપાસણી કરવી અથવા સમાર કામ હાથ ધરવા અથવા ઉપકરણોની મરામત કરવી અથવા સુધારાઓ હાથ ધરવા માટે આવવાની છૂટ આપવી. અગર કટોકટી ના હોય તો, અમારે તમને ઓછામાં ઓછાં 24 કલાક પહેલાં ચેતવણી આપવી ફરજીયાત છે.
- તમારી નોંધવહીમાં તમારો હાલનો ફોટો મુકવો.
તમારી મુખ્ય જવાબદારીઓ છે :
- તમારું મુખ્ય અને એક માત્ર ઘર હોય એવી રીતે ઘરમાં રહેવું
- સમયસર ભાડું અને અન્ય મહેનતાણું ભરવું
- મિલકતની કાળજી લેવી અને તમે જેનાં માટે જવાબદાર હોવ એવાં કોઇ પણ સમાર કામો કરવાં
- તમારાં ઘરબારમાં રહેનારાં બાળકો અને મુલાકાતીઓ સહિતની દરેક વ્યક્તિ જવાબદારીથી વર્તે એ સુનિશ્ચિત કરવું જોઇએ. તેઓ પાડોશીઓને ઉપદ્રવ ના આપતાં હોવાં જોઇએ (ઉદા.અવાજ) અથવા પજવણી અથવા લોકોને અને અમારાં કર્મચારીઓને ગભરાવતાં ના હોવાં જોઇએ. આમાં જાતીય પજવણીનો સમાવેશ થાય છે.
- તમારાં ઘરોમાં કોઇ ફેરફારો, સુધારાં અથવા વધારાં કરવાં હોય તો, અમારી લેખિત પરવાનગી લો.
- મિલકતમાં વધારે પડતી ભીડ ભરશો નહી
- અગર તમે તમારાં ટેનન્સી કરારનો અંત કરવા ઇચ્છતાં હોવ તો ઓછામાં ઓછાં 4 અઠવાડીયાં પહેલાં અમને જણાવો.
તમારી પાસે હક્ક છે:
- તમારાં ઘરમાં અમારાં દ્વારા, તમારાં મકાન માલિક દ્વારા અનાવશ્યકરીતે અટકાવ્યા વગર શાંતિથી રહેવાનો
- અમે લીધેલાં નિર્ણયો સાથે તમે સહમત ના હોવ તો એનાં વિરૂદ્ધ અરજી કરવાનો
