ગ્રાહક કર્તવ્ય પત્ર

અમારો હેતુ અમે જે કાંઇ કરીએ છીએ એનાં કેન્દ્ર સ્થાને અમારાં ગ્રાહકોને રાખીને અને એમનાં સમાજોની વિભિન્ન જરૂરિયાતોને માન આપીને ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પહોંચાડવાનો છે

અમારૂં ગ્રાહક સેવા કર્તવ્ય પત્ર

અમે એક કર્તવ્ય પત્ર વિકસાવ્યું છે જે તમને સ્પષ્ટીકરણ આપશે કે તમે હેકની હોમ્સ પાસેથી શાની માગણી કરી શકો છો.

સમાન તકો. અમારી પાસે પારદર્શક કાર્ય નીતિ અને કાર્ય પદ્ધતિ છે જે અમારાં સમાજમાં દરેકને સમાન તકો અને દરેકની જરૂરિયાતોને માન આપે છે. અમે કોઇ પણ પ્રકારનાં ભેદભાવ પર શીઘ્રતા અને મક્કમતાપૂર્વક કાર્યવાહી કરીશું.

ગુપ્તતા. તમે અમને જે કાંઇ કહો છો એનો અમે વિવેકબુદ્ધિથી વિચાર કરીએ છીએ. તમે અમને જે માહિતી આપો છો તે ગુપ્ત રાખવામાં આવશે. જો કે, કેટલીક મહત્વની જાણકારી અમને જાહેર સંસ્થાઓ (ઉદા. બેનિફીટ્સ એજન્સી, ઇન્લેન્ડ રેવેન્યૂ) સાથે વહેંચવી પડે છે. કઇ માહિતી પૂરી પાડવામાં આવશે એ બાબતે અમે તમને સાવચેત કરીશું. ભાડૂતોનાં હક્કો જુઓ.

સેવા ધોરણો

અમારાં ભાડૂતો સાથે કામ કરીને અમારી દરેક સેવાઓના વિવિધ પંક્તિના સેવા ધોરણો ઓળખી કાઢ્યાં છે. આ ધોરણોને સાધ્ય કરવા માટે અમે ખૂબ મહેનતથી કામ કરીએ છીએ અને ભાડૂતોને અમે કેટલી સારી રીતે કરી રહ્યાં છીએ એ તેઓ દરેકને ફરી જણાવીશું. કેટલાક ધોરણો આ પ્રમાણે છે :

અન્ય ધોરણો. અમે હજુ વધુ વિસ્તારનાં ધોરણો વિકસાવ્યાં છે જેનાં વિશેની માહિતી તમે અમારી પાસેથી હ્સ્ત પત્રિકા લઇને અથવા વેબસાઇટ પર જઇને મેળવી શકો છો.