ભાડું ભરવું
તમારું ભાડું સમયસર ભરાય એ ખુબ જરૂરી છે. આ પૈસાં છે જે તમને આપવામાં આવતી સેવાઓ માટે વપરાય છે. અમારી પાસે ભરણું દર અઠવાડીયે સોમવારે પહોંચવું ફરજીયાત છે. અગર તમે તમારું ભાડું પખવાડીયે અથવા માસિક ભરતાં હોવ તો, તમારે અગાઉથી ભરવું ફરજીયાત છે, ના કે ચડતી બાકી સાથે. ડાયરેક્ટ ડેબિટ દ્વારા ભરવાનો સૌથી સહેલો ઉપાય છે.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
મારે કેટલાં અને કેટલીવાર પૈસાં ભરવાં પડશે?
તમારું ભાડું મિલકતનાં પ્રકાર અને એનાં કદ કે જેમાં તમે રહો છો અને જે સુવિધાઓ મેળવો છો એનાં પર આધારિત છે. અઠવાડીયામાં દર સોમવારે પૈસાં ભરવા પડે છે. કેવી રીતે ભરવું જુઓ. અગર તમે ચેક દ્વારા ભરવાનાં હોવ તો, એ તમારે London Borough of Hackney (અથવા The Post Office Ltd. અગર તમે ટપાલ કાર્યાલયમાં ભરવાનાં હોવ તો) ને નામે આપવો જોઇએ. તમારું નામ, સરનામું અને ભાડાંનો ખાતા નંબર એની પાછળની બાજુએ લખો. તમે જે પૈસાં ભરો છો તેમાં તમારાં દર અઠવાડીયાનું ભાડું અને પાણી વેરો હોય છે (તમારાં કાઉન્સિલનો કર એક અલગ ભરણુ છે). કેટલીક મિલકતો માટે એવજ માં જ સેવા અને દરવાન ફી અથવા સામુહિક તાપણા ફી પણ સામેલ છે. જો તમે ભાડા અંગે કે ઘરના અન્ય નુક્શાન એંગે અથવા પેહલાંના ઘરના નુક્શાન અંગે અમારા દેવાદાર હો તો તમે વધારાની રકમ દર અઠવાડિયે પુરૂ દેવું ન ભરાય ત્યાંસુધી આપશો. તમારાં ભાડામાં ભાડાવેરો પણ સામેલ છે જે ભંડોળ માટે એક નાની રકમ છે જે સ્થાનિક ભાડૂતોના સમુહ માટે અનુદાન આપવા માટે છે.
મારાં ભરેલાં પૈસાંનું ધ્યાન આપવું
તમને પૈસાં ભર્યા બદલ દર વખતે એક પાવતી અથવા એક ભરણા સંદર્ભ નંબર આપવામાં આવશે (અગર તમે તમારી બેંક દ્વારા અથવા ચેકને ટપાલ દ્વારા ના ભરો). આને સુરક્ષિત રાખો અને હંમેશા તપાસી લો કે નોંધેલી હકિકત બરાબર છે. તમને તમારાં ખાતાનો હેવાલ દર 3 મહીને મળશે પણ તમે તમારાં નેબરહુડ કાર્યાલયમાં ક્યારેય હેવાલ માટે પૂછી શકો છો.
શું મારૂં ભાડું વધશે?
ભાડાના સ્તરમાં વર્ષમાં એક વખત ફેરવિચારણા કરવામાં આવે છે. અગર તમારું ભાડું વધે તો અમે એ ભરાઇ જવું જોઇએ એનાં ઓછામાં ઓછાં 4 અઠવાડીયાં પહેલાં તમને લખીશું. સાધારણ પણે ભાડું વધીને 1 એપ્રિલથી અસરમાં આવે છે.
કેવી રીતે ભરવું
( સરનામાં, ફોન નંબરો અને ખુલ્લાં રહેવાના સમય ની જાણ માટે આ પુસ્તકની પાછળની બાજુનું સંપર્ક પત્રક જુઓ. )
- ડાયરેક્ટ ડેબિટ દ્વારા. તમે તમારાં નેબરહુડ કાર્યાલયમાંથી પત્રક મેળવી શકો છો. તમે અઠવાડીયે, પખવાડીયે અથવા માસિક ભરી શકો છો.
- પેપોઇંટ નિશાની દાખવતી કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા દુકાન અથવા ગેરેજ. તમારૂ ભરણૂ બાડા ભરણા કાર્ડને બતાવી ભરવું જરૂરી છે. તમને રસીદ આપવામાં આવશે.
- તમારી બેંક દ્વારા. તમે એક નિયમિત રૂપે કાયમી સૂચના આપી શકો છો અથવા જ્યારે તમને પૈસાં ભરવાનાં હોય તો તમે તેમને ફોન કરી શકો છો (અથવા અગર તમારી પાસે ઇંટરનેટ બેંકિંગ સુવિધાઓ હોય તો ઓન-લાઇન જઈ શકો છો). તમારે તેમને અમારો બેંક ખાતા નંબર (61155033), અથવા સોર્ટ કોડ (08-90-30) અને તમારાં ભાડાંનો ખાતા નંબર અને રકમ જે તમારે ભરવાની હોય.
- કોઇ પણ બેંક પર. તમે બેંક ગીરો ક્રેડીટ પત્રક તમારાં ભાડાંનાં ખાતા નંબર સાથે અને અમારા ખાતાં નંબર અને સોર્ટ કોડ સાથે ભરવું જરૂરી છે. ઉપર જુઓ.
- www.hackneyhomes.org.uk પર ઓન-લાઇન. તમારે તમારો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો નંબર અને તમારાં ભાડાં ખાતાનો નંબર આપવો જરૂરી છે.
- તમારું ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ વાપરવું. 24 કલાક સ્વયંચાલિત નંબર પર ફોન કરો 020 8356 5050, અથવા કાઉન્સિલનાં સંપર્ક કેન્દ્ર પર 020 8356 3000 (કાર્યાલયનાં કાર્યકાળ દરમિયાન) અથવા તમારાં નેબરહુડ કાર્યાલયમાં જાઓ.
- કાઉન્સિલનાં રોકડ કાર્યાલય પર. તમે રોકડથી અથવા ચેકથી અથવા ક્રેડીટ કે ડેબીટ કાર્ડ થી પૈસાં ભરી શકો છો. તમારે તમારું ભાડું ભરવાનું કાર્ડ તમારી સાથે લઇ જવું જોઇએ. સરનામાંઓ માટે સંપર્ક પત્રક જુઓ.
- ટપાલથી તે ટાઉન હોલ રોકડ કાર્યાલય સુધી. કૃપા કરીને ભરણું અમારાં સુધી પહોંચવા માટે 7 દિવસ આપો. ચેક અથવા ટપાલ આદેશ દ્વારા મોકલો (રોકડા પૈસાં મોકલતાં નહી).
- સીધી કપાત. અમે તમારું ભાડું તમારા મજૂરી વેતન અને લાભોમાંથી કાપવાની વ્યવસ્થા કરી શકીએ છીએ. તમારો આવાસીય વ્યવસ્થાપક તમને આ વિશે વધુ કહી શકશે. સરનામાંઓ માટે સંપર્ક પત્રક જુઓ.
