અવાજ અને ઉપદ્રવ
ટેનન્સી કરાર દર્શાવે છે કે ભાડૂતોએ તેમનાં પાડોશીઓને ઉપદ્રવ પહોંચાડવો જોઇએ નહી. ઉપદ્રવમાં સતત ચાલુ રહેનારો અવાજ સામેલ છે જે અન્ય લોકોને તકલીફ પહોંચાડે છે, ઉદા. ઘોંઘાટવાળું સંગીત, કૂતરાં, ગાડીઓ, મિજબાનીઓ.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
પાડોશીઓના ઉપદ્રવ વિરૂદધ હું શું કાર્યવાહી કરી શકું?
ઘણી વખત લોકો સમજી શકતાં નથી કે તેઓ અન્ય લોકોને ખલેલ પહોંચાડી રહ્યાં છે. તમારાં પાડોશીને નમ્રતા પૂર્વક સમસ્યા સમજાવવાનો પ્રયત્ન કરો, પછી ભલે એ તેમનાં ઘરનાં સદસ્યો દ્વારા અથવા મુલાકાતી દ્વારા થઈ હોય. શું કરવું જુઓ. અગર પરિસ્થિતીમાં સુધારો ના થાય તો, સલાહ માટે તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો. અમે કાર્યવાહી કરીશું, જરૂર પડે તો કાયદેસર કાર્યવાહી સહિત. સમાજવિરોધી વર્તન અને પજવણી કરનારાંઓ સાથે વહેવાર કરવા માટે અમારી પાસે જુદા-જુદા રસ્તા છે. સામાજવિરોધી વર્તન અને પજવણી જુઓ.
ફ્લેટમાં અથવા સાથેનાં ઘરોમાં અવાજ માટે શું કરી શકાય?
પાડોશીઓ સહિષ્ણુતા દાખવે અને એકબીજાંનુ સન્માન કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સારાં પાડોશી બનવું જુઓ. ફ્લેટ સંપૂર્ણપણે અવાજ રહિત હોઇ શકે નહીં અને બે માળ વચ્ચેનો અને દીવાલો વચ્ચેનો અવાજ સહેલાઇથી સાંભળી શકાય છે. જો કે, કેટલાંક ભાડૂતો સમજી શકતાં નથી કે અવાજ ઇમારતમાં બીજે ઠેકાણે કેટલો સંભળાઇ રહ્યો છે. શું કરવું જુઓ.
કૂતરાઓથી થતાં ઉપદ્રવ વિશે શું?
ભાડૂતોએ પ્રાણીઓને નિયંત્રણમાં રાખવાં જોઇએ. અગર તમે રખડતાં કૂતરાઓથી પરેશાન હોવ તો, કાઉન્સિલનાં એનીમલ વૉર્ડનનો સંપર્ક કરો. બધાં પાડોશમાં ‘ પૂપ ’ બિન્સ અને કૂતરાંઓનાં સંડાસ ઉપલબ્ધ કરાવેલાં છે. અગર તમે કૂતરાંઓની ગંદકી જુઓ કે જેને સાફ કરવાની જરૂર હોય તો, અમે આ કરવાની વ્યવસ્થા ગોઠવી શકીએ છીએ.
પાર્ટીઓ વિશે શું?
તમે તમારાં પાડોશીઓને ગુસ્સે કરશો નહી કે ખલેલ પહોંચાડશો નહી, એ શરતે તમારાં ઘરમાં પાર્ટી કરી શકો છો. તમારે આ અંગે એમની સાથે અગાઉથી ચર્ચા કરવી જોઇએ. અગર પાર્ટીની જાહેરાત કરી હોય અથવા લોકો એમાં આવવાં માટે પૈસાં ભરતાં હોય તો, એનો અર્થ મિલકતનાં ભાડૂતે ટેનન્સીની શરતોનો ભંગ કર્યો છે અને અમે એની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
શું કરવું
તમારાં પાડોશીઓ સાથે વાત કરો. જ્યારે લોકો એકબીજાની સાથે નજીકમાં રહે છે, ત્યારે ઘણી વખત તેઓ સમજી શકતાં નથી કે તેઓ અન્ય લોકોને ખલેલ પહોંચાડી રહ્યાં છે. તમારે તેમને નમ્રતાપૂર્વક સમજાવવું જોઇએ કે તેઓ તેમની સમસ્યાનું કારણ બની રહ્યાં છે.
તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો. અગર સમસ્યા ચાલુ રહે તો, અમારો સંપર્ક કરો. અમને સમસ્યાઓનાં સબૂતોની જરૂર પડશે તેથી તમારે પ્રસંગોની રોજનિશિ બનાવવાની જરૂર છે. અમે બધી માહિતી ગુપ્ત રાખીશું.
અગર સમસ્યા અવાજ વિષે હોય, ઉદા. મિજબાની, કાઉન્સિલની નોઇઝ સર્વિસનો સંપર્ક કરો. તેઓ ગંભીર પ્રસંગોમાં કટોકટીની કાર્યવાહી કરી શકે છે.
સારાં પાડોશી બનવું
- દિવસનાં બધાં સમયે રેડીયો, સ્ટીરીયો અને ટી.વી.નો અવાજ નિયંત્રણમાં રાખો. આ બધી યંત્રણાઓને સહિયારી દિવાલો સામે મુકશો નહી. તેમને રબ્બરની સાદડી અથવા ગાલીચા પર મુકો.
- સુનિશ્ચિત કરો કે તમે ઘરકામ અથવા ડી.આઇ.વાય. દિવસનાં યોગ્ય સમયે કરો.
- ઘરની અંદર અથવા નજીકમાં અવાજને રાતનાં 9 વાગ્યાથી તે સવારનાં 8 વાગ્યા સુધી ધિમો રાખો.
- અગર તમારી પાસે કૂતરું હોય તો એને લગાતાર ઘરમાં, ઝરૂખામાં અથવા બહાર બગીચામાં ભસતું છોડશો નહી અને કોઇ ગંદકી કરી હોય તો તે સાફ કરો.
જો તમે એવુ કરી રહ્યા હોવ જેમા વધારે અવાજ આવતો હોય તો, ઉદા. કાણું પાડતાં હોવ, ઠોકતાં હોવ અથવા પાર્ટી કરતાં હોવ તો, તમારાં પાડોશીઓને સાવચેત કરો. - એનું ધ્યાન રાખો કે તમારાં બાળકોની રમવાની ટેવ પાડોશીઓને કઇ રીતે અસર કરી શકશે.
- તમે રાત્રે મોડાં ઘરે આવો તો શાંત રહો. ગાડીનાં દરવાજાંને જોરથી બંધ કરશો નહી, ગાડીનું હોર્ન વગાડશો નહી અથવા તમારાં મિત્રોને જોરથી બૂમો પાડશો નહી.
