ઘરમાં પ્રવેશ કરવો
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
હું ટેનન્સી ક્યારે કબજામાં કરી શકું છું?
તમારાં ટેનન્સી કરાર પરની પ્રવેશની તારીખથી તમે કાયદેસર ભાડૂત થાવ છો. ત્યાર પછીથી તમે મિલકત માટે અને ભાડું ભરવા માટે જવાબદાર છો, પછી ભલે તમે તરત પ્રવેશ ના કરો. અગર તમે હાઉસિંગ બેનિફીટ માટે યોગ્ય હોવ તો, તમારે એક નવું અરજી પત્રક જેટલી જલ્દી તમને ખબર પડે કે તમે પ્રવેશ કરવાનાં છો, એટલી જલ્દી ભરવું ફરજીયાત છે.
તમે તમારાં નવાં ઘરમાં 6 થી 8 અઠવાડીયાં રહ્યાં બાદ, તમારો નેબરહુડ હાઉસિંગ વ્યવસ્થાપક તમને મળવા આવશે અને જોશે કે તમે કેવી રીતે વસ્યા છો અને તમને કોઇ મુશ્કેલી હોય તો એની ચર્ચા કરશે.
અગર તમે એક પ્રારંભિક ભાડૂત હોવ તો અમે તમને પહેલાં 12 મહીનાં સુધી એ સુનિશ્ચિત કરવા નિયમિતરૂપે ભેટવા આવીશું કે તમે તમારા ટેનન્સી કરારની શરતો પાળો છો. તમારી ટેનન્સી જુઓ.
શું હું મારી પોતાની જડેલી વસ્તુઓ લગાડી શકું ?
તમે જ્યાર સુધી કોઇ વસ્તુનું નુકસાન કરો નહી અથવા એને કાઢી નાખો નહી અથવા અમારી મિલકતમાં ફેરફાર કરો નહી, ઉદાહરણ તરીકે, કપડાં ધોવાની મશીન લગાડવી, ત્યાર સુધી તમારી પોતાની જડેલી વસ્તુઓ વાપરી શકો છો. અગર તમને કોઇ જાતનો ફેરફાર કરવો હોય તો, તમારે સૌથી પહેલાં લેખિત પરવાનગી માગવી ફરજિયાત છે. આમાં સેટેલાઇટ ડીશ લગાડવાનો સમાવેશ થાય છે. તમારાં ઘરમાં સુધારાઓ જુઓ .
સમાર કામ વિશે શું?
અમે નવાં ભાડૂતને મિલકત ભાડે આપતાં પહેલાં એનું નિરીક્ષણ કરીએ છીએ અને ગેસ અને વીજળીની સુરક્ષા માટેની તપાસણી હાથ ધરીએ છીએ. અમે કેટલાંક સમાર કામ પણ કરીશું. અગર હજુ વધુ સમાર કામની જરૂર પડે તો કૃપા કરીને આવાસીય સંપર્ક કેન્દ્ર પર સંપર્ક કરો. આ પુસ્તકની પાછળની બાજુએ આપેલું સંપર્ક પત્રક જુઓ.
તમે જ્યારે જોડાશો
જ્યારે તમે ટેનન્સી લેવા માટે જશો ત્યારે તમને તમારી નેબરહુડ ઓફીસમાં જઇને મુલાકાત કરવી પડશે. તમે ટેનન્સી કરાર પર સહી કરશો અને અમે તમારો એક ફોટો લઇશું જે તમારાં ઘરની ફાઇલ પર અને ફોટોગ્રાફિક ડાટાબેન્કમાં મુકવામાં આવશે.
અમે તમને આ વિશે માહિતી આપીશું :
- તમારી ટેનન્સીની શરતો
- હેકને હોમ્સ દ્વારા ઉપલબ્ધ સેવા
- તમારું ભાડું કેવી રીતે ભરવું અને સમાર કામની નોંધણી કેવી રીતે કરવી
- કોઇ પણ સુધારાઓ કે જેને અમે તમારાં ઘર માટે યોજ્યાં હોય.
અમે તમને આપીશું :
- તમારાં ઘરની ચાવીઓનાં બે ગુચ્છાઓ
- ટેનન્સી કરારની એક પ્રત
- ભાડૂતોની પુસ્તિકાની એક પ્રત
- જુદી-જુદી જરૂરિયાતવાળી સલાહ માટેની હસ્ત પત્રિકાઓ, ઉદા. સુરક્ષિતતા વિશે
- લાભો વિશે માહિતી અને એક હાઉસિંગ બેનિફીટ અરજી પત્રક (અગર જરૂરી હોય તો)
- તમારાં ઘરમાં કોઇ પણ ગેસથી ચાલનારાં ઉપકરણો આપવામાં આવેલાં હોય તો તેની તાજેતરમાં કરવામાં આવેલી તપાસણી નોંધ.
સજાવટ
કેટલીક મિલકતો સાથે અમે નવાં ભાડૂતોને કેટલુંક સજાવટનું સામાન આપીએ છીએ. તે માત્ર એક ફાળો છે અને બધાં પ્રકારની સજાવટો જે તમે કરવાં ઇચ્છતાં હોવ તે કદાચ આવરવામાં આવશે નહિ.
ઘરની વસ્તુઓનો વીમો
અમે તમને સલાહ આપીએ છીએ કે તમે ઘરની વસ્તુઓનો વીમો ચોક્કસ કઢાવી લો. આ તમારાં ટી.વી., ગાલીચાઓ, રાચરચીલું, કપડાં અને ઘરની અન્ય વસ્તુઓનું નુકસાન આવરી લેશે, ઉદાહરણ તરીકે, અગર તમારાં ત્યાં આગ લાગે, પૂર આવે અથવા નળી ફાટે. આ વીમામાં ખોવાઇ ગયેલી અથવા ચોરાયેલી ચાવીઓ અને ઘરફોડીમાં અમુક વસ્તુઓ ચોરાય તો એને પણ આવરી લેવામાં આવશે.
તમે તમારી પોતાની વીમાની પૉલીસી પસંદ કરી શકો છો. જો કે, અમે એક પૉલીસી ઓળખી કાઢી છે જેને તમે તમારું ભાડું ભરતી વખતે ભરી શકો છો. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
