ફ્લેટમાં રહેવું

અગર તમે ફ્લેટમાં, બેડસિટ અથવા મેસોનેટમાં રહેતાં હોવ તો, તમારે તમારાં પાડોશીઓની ખાસ લાગણીનો વિચાર કરવાની અને આદર આપવાની તેમ જ સામુહિક વિસ્તારોની કાળજી લેવાની જરૂર છે.

તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા

સામુહિક વિસ્તારોની સ્વચ્છતા માટે કોણ જવાબદાર છે?

લેન્ડિંગ, સીડીઓ અને આવવા જવાનાં રસ્તાઓની સ્વચ્છતા મિલકતનાં સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. તેમને સ્પષ્ટ સૂચનાઓ હોય છે કે શું સ્વચ્છ કરવું અને કેટલીવાર કરવું. સામુહિક વિસ્તારો જુઓ. અગર કોઇ સમસ્યા હોય તો તમારાં નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો.

સામુહિક વિસ્તારો અને સામુહિક બગીચાઓની જાળવણી માટે કોણ જવાબદાર છે?

સામુહિક વિસ્તારો, બગીચાઓ અને રમતનાં વિસ્તારો કે જે અમારી માલીકીના છે તેની જાળવણી માટે અમે જવાબદાર છીએ. આમાં ઘાસ કાપવું અને વાડની, રસ્તાઓની, કપડા સૂકવવાનાં વિસ્તારોની અને પ્રવેશ ફોન અને લિફ્ટોની જાળવણી નો પણ સમાવેશ થાય છે. કોઇ પણ સમાર કામો અથવા દુરુપયોગની નોંધણી આવાસીય સંપર્ક કેન્દ્ર પર સામાન્યરીતે નોંધાવવી જોઇએ. તમારી જવાબદારી અમને આ વિસ્તારોની જાળવણીમાં અને ખુશનુમા રાખવામાં મદદ કરવાની છે.

ટેલીવિઝનનાં એરીયલ અને સેટેલાઇટ ડીશ માટે કોણ જવાબદાર છે?

કેટલીક ઇમારતોનાં ફ્લેટોમાં અમે સામુહિક ટેલીવિઝન એરીયલ આપ્યાં છે. અગર તમને આ ઇમારતોમાં તમારાં ટેલીવિઝન અંગે કોઇ સમસ્યાઓ હોય તો તમારાં પાડોશીને પૂછો કે શું તેમને પણ આવી જ સમસ્યાઓ છે.
કદાચ એ માત્ર તમારા ટેલીવિઝનમા જ હોઇ શકે છે. અગર અન્ય ભાડૂતોને પણ એ જ સમસ્યા હોય તો એક સામાન્ય સમાર કામ તરીકે આવાસીય સંપર્ક કેન્દ્રનો સંપર્ક કરી નોંધાવો.
અગર તમે ટેલીવિઝન એરીયલ અથવા સેટેલાઇટ ડીશ ઉભી કરવાં ઇચ્છતાં હોવ તો, તમને સૌથી પહેલાં અમારી પાસેથી લેખિત પરવાનગી મેળવવી જોઇએ.

ફ્લેટમાં થતાં અવાજ વિશે શું કરી શકાય?

ઇમારતોનાં ફ્લેટોમાં અવાજ માળ અને દિવાલો વચ્ચે સહેલાઇથી સાંભળી શકાય છે. ફ્લેટોમાંનાં પાડોશીઓ એકબીજાં સાથે ખાસ લાગણી અને આદર દાખવે એવી અપેક્ષા કરવામાં આવે છે. તમારાં પાડોશીઓનો આદર અને અવાજ અને ઉપદ્રવ જુઓ.

તમારાં પાડોશીઓનો આદર

સ્વાસ્થ્ય અને સુરક્ષા

સામુહિક વિસ્તારો