સમાજવિરોધી વર્તન અને પજવણી
તમને તમારાં ઘરમાં અને સમાજમાં સલામતી અને સુરક્ષા લાગે એવું અમે ઇચ્છીએ છીએ. અગર તમને એવું લાગે કે તમારી જીંદગી પર સમાજવિરોધી વર્તન અથવા પજવણીની અસર પડી રહી છે તો, તમે તમારી નેબરહુડ ઓફીસ અથવા કાઉન્સિલનાં હેટ ક્રાઇમ યૂનિટનો સંપર્ક કરો.
તમારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યા
હું શું કાર્યવાહી કરી શકું?
અગર તમે તમારી સાથે થયેલાં આક્રમક અથવા અપમાનજનક વર્તનથી ડરેલાં હોવ તો, કૃપા કરીને તમારી નેબરહુડ ઓફીસનો સંપર્ક કરો. અમને સમસ્યાઓની વિગતવાર જાણકારીની જરૂર પડશે તેથી તમારે બનાવોની રોજનિશિ રાખવાની જરૂર છે. તમારે શું કરવું જોઇએ એની અમે તમને સલાહ અને જે કાંઇ ટેકો આપી શકીએ તે આપીશું. અલબત, જો ગુનો કરવામાં આવ્યો હોય તો તમારે પોલીસનો સંપર્ક પણ કરવો જેઇશે.
કાઉન્સિલ શું કરી શકે?
અગર પાડોશી ભાડૂતો વચ્ચે સમસ્યા હોય અને એમાં ટેનન્સી કરારનો ભંગ સમાયેલો હોય તો અમે અપરાધ કરનારાં ભાડૂત વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકીએ છીએ.
અમે પજવણીનાં કિસ્સાઓ, જાતીય પજવણી સહિત ના, ગંભીરતા પૂર્વક લઇએ છીએ . અગર સમસ્યા કોઇ ખાનગી ઘરબાર સાથે હોય તો અમે તમે શું કરી શકો એ વિશે સલાહ અને ટેકો આપીશું. તમે સોલિસિટર પાસેથી પણ સલાહ મેળવી શકો છો. શું કરી શકાય અને દુર્વ્યવહાર અને હિંસા જુઓ.
અગર મને મારાં પાડોશી વિશે ચિંતા થતી હોય કે જેને પજવણી કરવામા આવતી હોય તો શું?
અગર તમને એવું લાગે કે તમારો પાડોશી સમાજવિરોધી વર્તનનો શિકાર છે અને એને મદદની જરૂર છે તો, અમે કદાચ એમનાં સુધી પહોંચી શકીએ અને એમની જરૂરિયાતોની ચર્ચા કરી શકીએ. તમે અમને જે કાંઇ કહેશો તેને અમે ગુપ્ત રાખીશું.
શું હું બીજા ઘરમાં જઈ શકું છું?
સાધારણપણે અમે તમને બીજાં ઘરમાં ખસેડીશું નહી, પરંતુ અમે સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવો પ્રયત્ન કરીશું. જો કે, ત્યાં કોઇ સ્પષ્ટ સાબિતિ હોય કે તમે અથવા તમારાં કુટુંબનાં સદસ્યો ભયમાં છે તો તમારી બદલી બીજી મિલકત પર કરવા માટે અમે તમારી મદદ કરી શકીએ છીએ.
સમાજવિરોધી વર્તન શું છે?
સમાજવિરોધી વર્તન એક એવું વર્તન છે જે વિસ્તારમાંનાં રહેવાસીઓના જીવનને નુકસાન પહોંચાડે છે, માનસિક પીડા આપે છે અથવા ખતરાનું કારણ બને છે. તેમાં અવાજ, માદક પદાર્થનો વ્યાપાર, ચોરી, ગુંડાગિરી અને વેશ્યા વ્યવસાય સામેલ છે. તેમાં પજવણી અને ઘૃણા અપરાધનો પણ સમાવેશ થાય છે.
ધૃણા અપરાધ અને પજવણી એ છે જેમાં કોઇ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ, કે જેમાં કાઉન્સિલનાં કર્મચારીઓ અથવા ઠેકેદારોનો પણ સમાવેશ થાય છે એમને નુકસાન પહોંચાડવા અથવા ધમકાવવા ઇચ્છે છે. સામાન્ય રીતે તે એક પ્રકારની વ્યક્તિની સામે પૂર્વગ્રહનાં આધારે હોય છે, ઉદાહરણ તરીકે, તેમની જાતી, રંગ, રાષ્ટ્રીયતા, વિશિષ્ટ માનવવંશીય મૂળ, ધાર્મિક અથવા રાજકીય માન્યતા, લિંગ, ઉંમર, લૈંગિક સ્થિતિ, અપંગત્વ અથવા માનસિક સ્થિતિ. આમાં જાતીય, હોમોફોબિક અથવા લૈંગિક પજવણી અને કૌટુંબિક હિંસા પણ સામેલ છે. કૃતિઓમાં ગ્રાફિટી, મિલકતને નુકસાન, લેખિત અથવા મૌખિક ગાળ, કોઇની પાછળ પડવાનો, ધમકીઓ અને હિંસાનો પણ સમાવેશ થઇ શકે છે.
શું કરી શકાય
અમારી નેબરહુડ ઓફીસો સમાજવિરોધી વર્તન વિરૂદ્ધ ખૂબ કડક કાર્યવાહી કરશે. અગર અમને પાડોશી, એનાં ઘરના કોઈ સદસ્ય અથવા મુલાકાતી વિરુદ્ધ ફરીયાદ મળશે તો, અમે સમસ્યાની સંપૂર્ણ તપાસ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું. આ એક ચેતવણીનો પત્ર, મનાઈ હુક્મ અથવા વર્તન અંગેનો કરાર કે આદેશ હોઇ શકે અથવા તમારી ટેનન્સીનો અંત પણ હોઇ શકે છે. અમે આ પ્રકારનાં વર્તન વિરુદ્ધ અન્ય એજન્સીઓ સાથે મળીને, પોલીસ સહિત (અગર તમને માન્ય હોય તો), કામ કરીશું.
અમે એક મિલકત સુરક્ષા દળ તૈયાર કર્યું છે, જે છેતરપિંડી અને રેડીયો ચાંચિયાગિરી અને અમારી મિલકત પર થનારાં ગંભીર ગુનાહના કિસ્સાઓને કાર્યરતપણે ઉકેલવાનો પ્રયાસ કરશે.
માદક પદાર્થનો વ્યાપાર અને પજવણી ના અપરાઘો. અગર તમે, અથવા કોઇ પણ કે જે તમારી સાથે રહેતું હોય અથવા તમારાં ભાડુત હોય અથવા તમને મળવા આવ્યા હોય એ પજવણી અથવા માદક પદાર્થનો વ્યાપાર કરતા હોય એવું સાબિત થઇ જાય તો અમે તમને કાઢી મુકીશું.
